Skip to main content
Settings Settings for Dark

ઉત્તર ભારતના અનેક રાજ્યોમા શ્રાવણ માસની શરૂઆત

Live TV

X
  • દેશના ખૂણે ખૂણેથી આવેલા શ્રદ્ધાળુઓ વહેલી સવારથી જ ભગવાન સોમનાથના મંદિરે આવી પહોંચ્યા હતા

    ગુજરાત અને મહારાષ્ટ્રમાં હજુ શ્રાવણ માસને થોડા દિવસોની વાર છે. પરંતુ ઉત્તર ભારતના અનેક રાજ્યોમા શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે. અને આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે. શ્રાવણ માસ અને તેમાં પણ સોમવાર શિવ ભક્તો માટે ખૂબ ખાસ માનવામાં આવે છે. આજના દિવસે શિવ ભક્તો શિવાલયમાં શિવના દર્શન, પૂજા અને આરાધના કરે છે. ત્યારે દેશના પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિરે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા છે. દેશના ખૂણે ખૂણેથી આવેલા શ્રદ્ધાળુઓ વહેલી સવારથી જ ભગવાન સોમનાથના મંદિરે આવી પહોંચ્યા હતા.

    શ્રાવણ માસ શરૂ થતાં જ તમામ શિવાલયો શિવભક્તોથી ગુંજવા લાગે છે. જોકે ગુજરાતી લોકોના શ્રાવણ માસને હજી સમય છે. ત્યારે ગત ગુરુપૂર્ણિમાંથી રાજસ્થાની લોકોના શ્રાવણ માસની શરૂઆત થઇ જતા અંબાજી પંથકના શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગુંજવા લાગ્યા છે. અને તેમાં પણ આજે સોમવારને લઈ અંબાજી નજીક કુંભારીયામાં કુંભેશ્વર મહાદેવજીના મંદિરે વિશેષ પૂજાઅર્ચના કરવામાં આવી હતી.

    આ મંદિરનું દ્વાર પૂર્વાભિમુખ હોવાથી વહેલી સવારે સૂર્યાભિષેક આ શિવલિંગ ઉપર થવાથી રાજલિંગ તરીકે પૂજાય છે. આ મંદિર પ્રાચીન કાળમાં કુંભારાણાએ બનાવ્યુ હતું. તેમણે ભગવાન શિવની પૂજા કરી હોવાથી આ મંદિરને કુંભેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ શિવાલય 1000 થી 1200વર્ષ પૌરાણિક હોવાથી પુરાતત્વ વિભાગે પણ આ મંદિરને રક્ષિત જાહેર કર્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply