દેશમાં વરસાદનો પ્રકોપ : કેરળ, બિહાર અને આસામની સ્થિતિ કફોડી
Live TV
-
દેશમાં વરસાદના પ્રકોપ કારણે કેરળ, બિહાર અને આસામની સ્થિતિ કફોડી બની છે, ત્રણે રાજ્યોમાં સર્જાઈ ભારે પુરની સ્થિતિ
દેશમાં વરસાદે પ્રકોપ વરસાવ્યો છે. જેમાં કેરળ, બિહાર અને આસામની સ્થિતિ કફોડી બની છે. કારણ કે, આ ત્રણે રાજ્યોમાં ભારે પુરની સ્થિતિ સર્જાઈ છે. જેમાં ભારે વરસાદને પગલે કેરળમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કાંઠાના સ્થળો પુરથી ભારે અસરગ્રસ્ત થયા છે. બિહારમાં વરસાદ રોકાવાથી નદીઓના જળસ્તરમાં ઘટાડો થયો છે. પણ લોકોની સ્થિતિ કફોડી બની છે.
બિહારમાં અત્યાર સુધી વરસાદી પુરના કારણે 100થી વધુ લોકોના મૃત્યુ થયા છે. મુખ્યમંત્રી નીતીશકુમારે પુર અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નીરીક્ષણ કર્યું છે. અને અસરગ્રસ્તો સુધી પુરતી મદદ પહોંચાડવા માટે તાકીદે જાહેરાત કરી છે. તથા આસામમાં પણ પુરના કારણે 50થી વધુ લોકોના મૃત્યુ થયા છે. પુર પીડિતો માટે 670થી વધુ રાહત શિબિર શરૂ કરવામાં આવી છે. જેમાં એક લાખથી વધુ લોકો આશરો લઈ રહ્યા છે. પુર અસરગ્રસ્તોની રાજ્યપાલ પ્રોફેસર જગદિશ મુખીએ મુલાકાત લીધી હતી. રાજ્યમાં NDRF અને SDRF ની ટીમ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી કરી રહી છે. આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનાવાલે જણાવ્યું હતું કે, પુર અસરગ્રસ્ત લોકોને તમામ મદદ પહોંચાડવામાં આવશે.
કેરળમાં છેલ્લા થોડા દિવસથી થઇ રહેલા ભારે વરસાદના કારણે કેરળના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે. ઇડુકી, કોચીકોટ, કન્નૂર જિલ્લામાં ભારે વરસાદ થઇ રહ્યો છે. ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદના કારણે રેલવ્યવહાર પણ પ્રભાવિત થયો છે. ભારે વરસાદના કારણે ઇડુકી જિલ્લાના કાલાકોટી બંધનો એક ગેટ ખોલી દેવાયો છે.
