કર્ણાટકમાં JDS અને કોંગ્રેસના ગઠબંધન વાળી સરકાર રહેશે કે જશે, કોર્ટ આવતીકાલે કરી શકે છે સુનાવણી
Live TV
-
વિધાનસભા અધ્યક્ષે તમામ રાજકીય પાર્ટીઓ સાથે ચર્ચા કર્યા બાદ આ જાહેરાત કરી
કર્ણાટકમાં JDS અને કોંગ્રેસના ગઠબંધન વાળી સરકાર રહેશે કે જશે ? તેનો નિર્ણય આજે જ થઈ જશે.વિધાનસભા અધ્યક્ષ રમેશકુમારે એક મોટી જાહેરાત કરતા કહ્યું કે આજે જ બહુમત પરીક્ષણ કરાવવામાં આવશે. અને તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે. વિધાનસભા અધ્યક્ષે તમામ રાજકીય પાર્ટીઓ સાથે ચર્ચા કર્યા બાદ આ જાહેરાત કરી છે. તો આ બધાની વચ્ચે મુખ્યમંત્રી કુમારાસ્વામીએ બહુમત પરિક્ષણ માટે વધુ 2 દિવસનો સમય માગ્યો છે. બીજી તરફ કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં વ્હીપની, વૈધતા મામલે અરજી કરી છે. જેના પર કોર્ટમાં આજે સુનાવણી થઈ શકે છે. આ સાથે જ કુમારાસ્વામી સરકારમાંથી સમર્થન પાછું ખેંચનારા, 2 અપક્ષ ધારાસભ્યો, કે.આર.શંકર અને, એચ.નાગેશે સુપ્રીમ કોર્ટ સમક્ષ આજે જ ફ્લોર ટેસ્ટ કરાવવાની માગ કરી હતી. પરંતુ મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈએ સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો હતો. અને કોર્ટ આવતીકાલે સુનાવણી કરી શકે છે.
કર્ણાટકમાં ચાલી રહેલ રાજકીય સંકટની વચ્ચે આજે જેડિએસ, કોંગ્રેસ ગઠબંધન સરકારનું બહુમત પરિક્ષણ થઈ શકે છે. મુખ્યમંત્રી કુમારસ્વામીએ પ્રેસ રીલિઝ રજૂ કરી બળવાખોર ધારાસભ્યોને અપીલ કરી છે કે, તેઓ બહુમત પરિક્ષણમાં સામેલ થઈ લોકતંત્રને મજબૂત કરે. આ વચ્ચે વિશ્વાસ મતને લઈ તમામ રાજકીય પક્ષો પોતાની રણનીતિ બનાવવામાં લાગી ગયા છે. રાજ્યમાં રાજકીય બેઠકોનો દોર ચાલી રહ્યો છે. જેમાં બેંગ્લુરુમાં રવિવારે ભાજપના ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી. જેમાં વિશ્વાસ મતને લઈ પક્ષની રણનીતિ પર ચર્ચા થઈ હતી. તેમજ કોંગ્રેસે પણ તેમના ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી.
