ભારત-કાશ્મીર મુદ્દાનું માત્ર દ્વિપક્ષીય વાટાઘાટો દ્વારા સમાધાન: વિદેશમંત્રાલય
Live TV
-
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન અમેરિકાના પ્રવાસે છે ત્યારે કાશ્મીરનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે એવો દાવો વ્યક્ત કર્યો છે કે, કાશ્મીરના મુદ્દે મધ્યસ્થી કરવા બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને જણાવ્યું હતું.
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન અમેરિકાના પ્રવાસે છે ત્યારે કાશ્મીરનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે એવો દાવો વ્યક્ત કર્યો છે કે, કાશ્મીરના મુદ્દે મધ્યસ્થી કરવા બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને જણાવ્યું હતું. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન સાથે વ્હાઈટ હાઉસમાં મુલાકાત દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીરમુદ્દે તેમની મદદ માંગી છે અને ભારત અને પાકિસ્તાન ઈચ્છે તો અમેરિકા મધ્યસ્થતા માટે તૈયાર છે. ભારતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આ દાવાને નકારી કાઢ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે ટ્વીટ કરી કહ્યું કે, અમે અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા પ્રેસને અપાયેલા એ નિવેદનને જોયું છે કે, જેમાં તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર મુદ્દે મધ્ય્થતાની વાત કરી છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવી કોઈ જ પ્રકારની વાત અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પને કરી નથી.
ભારત-પાકિસ્તાન વચ્ચે જે કાંઈ પણ મુદ્દાઓ છે તે દ્વિપક્ષીય વાતચીત દ્વારા જ ઉકેલાશે, તે વાત પર ભારત હજુ પણ અડગ છે. પાકિસ્તાન સાથે કોઈપણ મુદ્દે વાતચીત ફક્ત ત્યારે જ શક્ય છે જ્યારે તે પોતાની ભૂમિ પર ચાલી રહેલા આતંકવાદનો નાશ કરશે. ભારત-પાકિસ્તાન વચ્ચે સમાધાન માટે શિમલા સમજુતી અને લાહોર ઘોષણાપત્રનું અનુપાલન આધાર રહેશે.
