ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં વાયુ પ્રદૂષણના વધતા સ્તર પર સંસદમાં ચર્ચા
Live TV
-
લોકસભાના સાંસદોએ આપ્યા અનેક સુચનો
વધતા વાયુ પ્રદૂષણ ઉપરની ચિંતા , મંગળવારે લોકસભામાં જોવા મળી હતી. આ મુદ્દે ચર્ચા શરૂ થતાં તમામ સભ્યોએ , આ સમસ્યાના ઉકેલ માટે ઘણા જરૂરી સૂચનો કર્યા હતા. તાજેતરમાં દિલ્હી - NCR અને ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં , પ્રદૂષણની માત્રા ખૂબ જ ઊંચી છે.
જો કે વાયુ ગુણવત્તાનો સૂચકાંક , 600 આંક સુધી પહોંચી ગયો છે. સંસદનું શિયાળુ સત્ર શરૂ થતાં , આ મુદ્દે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. મંગળવારે નિયમ 193 હેઠળ ચર્ચા થઈ હતી. ચર્ચાની શરૂઆત પહેલા , લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું , કે વાયુ પ્રદૂષણ અને જળવાયુ પરિવર્તન , ભારત જ નહીં , પરંતુ સમગ્ર દુનિયા માટે પડકાર છે , અને તેમાં તત્કાલિક ધ્યાન આપવાની જરૂર છએ.
