ઉત્તર ભારતના ઘણાં રાજ્યોમાં વરસાદ અને ભારે હિમવર્ષા
Live TV
-
ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં વરસાદ અને ભારે હિમવર્ષાનો સિલસિલો યથાવત્ છે..જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં તાપમાનનો પારો ગગડ્યો..હિમાચલ પ્રદેશમાં પ્રશાસને સ્થાનિકો અને પર્યટકોને હિમસ્ખલનવાળા વિસ્તારોમાં ન જવાની સલાહ આપી...
દેશભરમાં ઠંડીનો કહેર છે અને પહાડી ક્ષેત્રોમાં ભારે હિમવર્ષા પણ થઈ રહી છે...હાલ ઠંડીથી રાહત મળવાના અણસાર નથી..આગામી સમયમાં ઠંડી વધી શકે છે..હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે..હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 15 અને 16 ડિસેમ્બરે ઉત્તર ભારત અને મધ્યપૂર્વના વિસ્તારોમાં તેજ હવાઓ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે જેના કારણે આગામી દિવસોમાં ઠંડી વધુ વધી શકે છે...આ સિવાય પહાડી રાજ્યોમાં હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં અલગ-અલગ સ્થાનો પર શીત લહેરની સ્થિતિ ઉત્પન્ન થવાની સંભાવના છે...
હવામાન વિભાગે પહાડી વિસ્તારોમાં પર્યટકોને આબોહવા યોગ્ય ન બને ત્યાં સુધી બહાર ન નીકળવાની સલાહ આપી છે..હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં આજે પણ ભારે હિમવર્ષા થઈ..જમ્મુ-કાશ્મીરના ડોડા અને કિશ્તવાડમાં ભારે હિમવર્ષા થઈ..ભારે હિમવર્ષના કારણે સામાન્ય જનજીવનને અસર પહોંચી છે...
