દિલ્લી હિંસામાં જામિયા મિલ્લિયા ઈસ્લામિયાના વિદ્યાર્થીઓ સામેલ નહીં: કુલપતિ નજમા અખ્તર
Live TV
-
નાગરિકતા કાયદાના વિરુદ્ધ દિલ્લીમાં હિંસક પ્રદર્શન પછી જામિયા મિલ્લિયા ઈસ્લામિયાના કુલપતિ નજમા અખ્તરે કહ્યું કે વિશ્વવિદ્યાલય પાસે થયેલી હિંસામાં જામિયાના વિદ્યાર્થીઓ સામેલ નથી...તેમણે કહ્યું કે આ હિંસક પ્રદર્શનમાં જામિયાના વિદ્યાર્થીઓ સામેલ નથી..
નાગરિકતા કાયદા વિરુદ્ધ પ્રદર્શને રાજધાની દિલ્લીમાં ગઈકાલે હિંસક રૂપ ધારણ કર્યું હતું...પ્રદર્શનકારીઓએ કાલે દક્ષિણ દિલ્લીના ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીમાં ઉગ્ર પ્રદર્શન કર્યું...પ્રદર્શનકારીઓએ પાંચ બસો અને અમુક મોટર સાઈકલોને આગ લગાવી દીધી..જેને બુઝાવવા માટે તત્કાલ ચાર ફાયરબ્રિગેડના વાહનોને મોકલવામાં આવ્યા...આ દરમિયાન ફાયરબ્રિગેડના બે કર્મચારીઓ પણ ઘાયલ થયા..
