રાહુલ ગાંધીના વિવાદીત નિવેદનને ચૂંટણી પંચે ગંભીરતાથી લીધું
Live TV
-
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બરના રોજ ઝારખંડમાં એક જનસભામાં મહિલાઓને લઈને આપેલા વિવાદીત નિવેદનને ચૂંટણી પંચે ગંભીરતાથી નોંધ લીધી છે. કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યના મુખ્યચૂંટણી અધિકારી વિનય કુમાર ચૌબે પાસેથી આ મામલે રિપોર્ટ માગ્યો છે. ઉલ્લેખનીય છે કે ઝારખંડ ભારતીય મહિલા મોરચા દ્વારા રાહુલ ગાંધીના વિવાદીત નિવેદનને લઈને આપત્તિ દર્શાવતા ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. જેમાં ઝારખંડમાં રાહુલ ગાંધીની સભાઓ પર રોક લગાવાઈ તેવો મુખ્ય ઉલ્લેખ કર્યો છે..
