Skip to main content
Settings Settings for Dark

મિશન ઇન્દ્રધનુષ 2.0 : ગંભીર રોગો નિવારણ માટે રસીકરણ 

Live TV

X
  • રસીકરણ અભિયાનને વેગ આપવા અને કોઈ પણ બાળકને રસીકરણમાંથી છૂટી ન જાય  તે માટે મિશન ઇન્દ્રધનુષ ૨.૦ અભિયાન આજથી શરૂ કરવામાં આવી રહ્યું છે. મિશન ઇન્દ્રધનુષ 2.0 અંતર્ગત, ગર્ભવતી મહિલાઓ સહિત નવજાતથી લઈને 2 વર્ષ સુધીના બાળકોને સંપૂર્ણ રસીકરણ આપવામાં આવશે

    કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજના, સઘન મિશન ઇન્દ્રધનુષ 2.0 અંતર્ગત મહારાષ્ટ્રના 25 જિલ્લાઓ અને 20 નગરપાલિકાઓની ઓળખ કરવામાં આવી છે. જે અંતર્ગત 2 વર્ષ સુધીની બાળકો અને ગર્ભવતી મહિલાઓને અટકાવી શકાય તેવા ગંભીર રોગોથી બચાવવા માટે રસી આપવામાં આવી રહી છે. મિશન ઇન્દ્રધનુષ 2.0 ની શરૂઆત 2 ડિસેમ્બર 2019 ના રોજ કરવામાં આવી હતી. 2020 માર્ચ સુધી ચાલનારા આ મિશન દેશના જુદા જુદા ભાગોમાં બાળકો અને સગર્ભા સ્ત્રીઓને ગંભીર રોગો સામે રસીકરણ આપીને ચલાવવામાં આવશે અને તે અંગે જાગૃતિ પણ ફેલાવવામાં આવી રહી છે.

    આ મિશન અંતર્ગત મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં કુલ 311 સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત કોઈ પણ બીમારીનું નિદાન કરી અને રસી આપવામાં આવી હતી. જિલ્લામાં અત્યાર સુધીમાં 204 સગર્ભા સ્ત્રીઓ અને 1480 બાળકોને રસી આપવામાં આવી છે. ડિસેમ્બર 2019 થી માર્ચ 2020 સુધી ચાલનાર આ મિશનનું લક્ષ્ય દેશના 27 રાજ્યોના 272 જીલ્લાઓમાં રસીકરણ દ્વારા લોકોને રોગોથી બચાવવાનું છે. કેન્દ્ર સરકારનું  મિશન ઇન્દ્રધનુષ દેશની આરોગ્યની સ્થિતિ સુધારવામાં મદદગાર સાબિત થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply