1971 યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોના અદમ્ય સાહસને યાદ કરવામાં આવ્યું
Live TV
-
દર વર્ષે 16 ડિસેમ્બરને વિજય દિવસના અવસર પર 1971 યુદ્ધના બહાદુર સૈનિકોના અદમ્ય સાહસને યાદ કરવામાં આવે છે..દિલ્લીમાં પણ 1971ના વિજય દિવસને યાદ કરવામાં આવ્યો, જેમાં દેશભરના પાંચસો જિલ્લાથી વધારે પૂર્વ સૈનિકોએ ભાગ લીધો
1971માં ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ એવું હતું, જેમણે ઈતિહાસ અને ભૂગોળ બંનેને બદલી દીધું..ભારત સામેના યુદ્ધમાં પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો..અને ત્યારબાદ 16 ડિસેમ્બર 1971એ ભારતીય સેના સમક્ષ પાકિસ્તાની સેનાના હજારો સૈનિકોએ પોતાના અસ્ત્ર-શસ્ત્ર સાથે આત્મસમર્પણ કરવું પડ્યું..એ દિવસના ગૌરવમયી ઈતિહાસને યાદ કરીને દિલ્લી કેંટના NCC સભાગારમાં વેટરન્સ ઈન્ડિયાએ વિજયય દિવસ મનાવ્યો
આ અવસર પર હાજર શિમલાના સાંસદ સુરેશ કશ્યપ, પૂર્વ સૈન્ય અધિકારી મેજર જનરલ રિટાયર્ડ જી ડી બખ્શી, બ્રિગેડિયર રિટાયર્ડ જી જે સિંહ મુખ્ય રૂપથી હાજર રહ્યા...1971ના યુદ્ધમાં ભાગ લેનારા પૂર્વ સૈન્ય અધિકારી ગ્રુપ કેપ્ટન રિટાયર્ડ જી સી મેહરાએ આ અવસર પર પોતાનો અનુભવ વર્ણવ્ય અને રાષ્ટ્ર માટે હંમેશા તૈયાર રહેવાની વાત કરી..વેટરન્સ ઈન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિનયકુમાર મિશ્રાએ જણાવ્યું કે વેટરન્સ ઈન્ડિયા દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં દેશભરના 500 જિલ્લાઓમાંથી પૂર્વ સૈનિકોએ ભાગ લીધો..
