ફાસ્ટ ટેગનો અમલ શરૂ: રાષ્ટ્રીય રાજમાર્ગ પર લેન ફાસ્ટ ટ્રેક બન્યા
Live TV
-
ફાસ્ટેગ વિના ફાસ્ટ ટ્રેક લેનમાં દોડનારા વાહનોને બમણો ટેક્સ ભરવો પડશે
રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણને તમામ ટોલ પ્લાઝા પર વાહનો માટે ફાસ્ટ ટેગ, ફુલ ટેગ, રીચાર્જેબલ ટેગની વ્યવસ્થા કરી દીધી છે. તેને પગલે ટોલ ટેક્સની ચૂકવણી સૂચારૂ રૂપે થઈ શકશે. તમામ વાહનો માટે આ સિસ્ટમનો અમલ કરવો અનિવાર્ય બની જશે. સરકારે "નેશનલ ઇલેક્ટ્રોનિક પુલ ક્લેક્શન સિસ્ટમનો" અમલ શરૂ કરતાં ઇંધણ અને સમયની બચત થશે. ફાસ્ટ ટેગ અમલી બનતાં વાહન ચાલકોને ટોલ પ્લાઝા ખાતે ટોલ ટેક્સ ભરવા માટે રોકાવું નહીં પડે. ટોલ ટેક્સ પ્લાઝા ખાતે અંતિમ બે છેડાની લેનને બાદ કરતાં તમામ લેન ફાસ્ટ ટ્રેક બનાવવામાં આવી છે. ઇલેક્ટ્રોનિક ટોલ ક્લેક્શન લેનમાં ફાસ્ટ ટેગ વિના દોડનારા વાહનોને બમણો ટોલ ટેક્સ ભરવો પડશે. 30 દિવસ સુધી હાઈબ્રીડ ફાસ્ટટેગ લેન પણ કાર્યરત રહેશે. તે લેનમાં ઇલેક્ટ્રોનિક અને રોકડ એમ બંને રીતે ચૂકવણી કરીને આગળ વધી શકાશે.
