કેન્દ્રીય નાણામંત્રી સામાન્ય બજેટને લઈને ચર્ચા શરૂ કરશે
Live TV
-
વિવિધ પક્ષના અગ્રણીઓ સાથે આજથી પરામર્શ કરશે
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણ આજથી નવી દિલ્હીમાં અર્થવ્યવસ્થા સાથે જોડાયેલા વિવિધ પક્ષના અગ્રણીઓ સાથે આગામી સામાન્ય બજેટને લઈને પરામર્શ શરૂ કરશે.નાણાંમંત્રી દેશના વિકાસને વેગ આપવા માટે ઔદ્યોગિક સમૂહો અને અર્થશાસ્ત્રીઓ સાથે વિવિધ પાસાઓ અંતર્ગત સૂચન માંગશે. બજેટ આગામી વર્ષ ફેબ્રુઆરીમાં રજૂ થનારૂં છે. નાણામંત્રી સ્ટાર્ટ અપ, ફિનટેક અને ડિઝીટલ ક્ષેત્રે જેવી અર્થવ્યવસ્થા સાથે પણ વિચાર વિમર્સ કરશે. આ ઉપરાંત તેઓ નાણાંકિય અને રોકાણક્ષેત્રના પ્રતિનિધિઓ સાથે પણ બેઠક યોજશે
