દિલ્લીમાં નાગરિકતા બિલને લઈને હિંસક બન્યું પ્રદર્શન
Live TV
-
પ્રદર્શનકારીઓએ પાંચ બસ સહિત એક બાઈકને આગ ચાંપી
નાગરિકત્વ સુધારા વિધેયક 2019 પર દેશના અમુક રાજ્યોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. પણ રવિવારની સાંજે દિલ્લીના જામિયા મિલીયા ઈસ્લામિયા યુનિવર્સિટી સહિત આસપાસના વિસ્તારમાં પ્રદર્શન હિંસક બન્યું હતું. પ્રદર્શનકારીઓએ 5 બસ સહિત એક બાઈકને આગ ચાંપી હતી. જ્યારે ફાયર બ્રિગેડની ગાડીને નુકસાન અને કર્મચારીને ઈજા પહોંચાડી હતી. પ્રદર્શન કારીઓને પોલીસે વિખેરવા બળનો પ્રયોગ કર્યો હતો. આ હિંસામાં 6 પોલીસકર્મીઓ પણ ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે કહ્યું છે કે, પરિસ્થિતિ હાલ કાબુમાં છે સાથે જ લોકોને અફવા પર ધ્યાન ન આપવાની અપીલ પણ કરી છે. આ ઘટનાના પગલે જામિયા મિલીયા ઈસ્લામિયા યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠનનું કહેવું છે કે, હિંસક પ્રદર્શનમાં તેમના વિદ્યાર્થીઓનો કોઈ હાથ નથી. જ્યારે જામિયા શિક્ષક સંઘે જણાવ્યું કે, ઉગ્ર પ્રદર્શનમાં તેમના વિદ્યાર્થીઓ શામેલ નથી. જામિયા વિસ્તારમાંમાં થયેલા હિંસક પ્રદર્શનના પગલે સુખદેવ વિહાર, જામિયા મિલ્લિયા ઈસ્લામિયા, ઓખલા વિહાર, અને જસોલા વિહાર શાહિન બાગની મેટ્રો લાઈન બંધ કરી દેવામાં આવી હતી.
