Skip to main content
Settings Settings for Dark

ઝારખંડ: ચોથા ચરણ માટે આજે મતદાન, પાંચમા અને અંતિમ ચરણ માટે ચૂંટણી પ્રચાર વેગવંતો બન્યો

Live TV

X
  • ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી માટે ધનબાદ, દેવગઢ, ગિરડીહ અને બોકારોના 15 મતવિસ્તારમાં ચોથા ચરણ માટે આજે મતદાન છે... આ તબક્કામાં રાજ્યના અનેક દિગ્ગજ નેતાઓનું ભાવિ સુનિશ્ચિત થશે..15માંથી 5 વિધાનસભા ક્ષેત્રમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને માત્ર ત્રણ વાગ્યા સુધી જ મતદાન કરી શકાશે...ચોથા ચરણ માટે 47 લાખ 85 હજાર 9 મતદાતાઓ  221 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે...

    તો બીજી બાજુ ઝારખંડમાં પાંચમા અને અંતિમ ચરણ માટે ચૂંટણી પ્રચાર વેગવંતો બન્યો છે. આ ચરણમાં 20 મતવિસ્તારોમાં 20 ડિસેમ્બરના રોજ મતદાન થશે. રાજ્યમાં 23 ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરાશે. તમામ રાજકીય પક્ષો મતદારોને પોતાના પક્ષમાં કરવા ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે...પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે દુમકા ખાતે એક ચૂંટણી સભા સંબોધી હતી. જેમાં તેમણે નાગરિકતા બિલને લઈને હિંસાને ભડકાવનારાઓને દરકિનાર કરીને શાંતિ પૂર્ણ રીતે વિચારો રજૂ કરવા માટે પૂર્વોત્તરના લોકોને અભિનંદન હતાં. આ ઉપરાંત પાકિસ્તાની જેમ લંડનમાં ઉચ્ચાયુક્તની ઓફિસ બહાર પ્રદર્શન કરવા બદલ પ્રધાનમંત્રીએ કોંગ્રેસની આકરી ટીકા પણ કરી હતી..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply