ઉત્તર ભારતમાં ઠંડીનો કહેર, દિલ્હીમાં રેકોર્ડબ્રેક 2.4 ડિગ્રી તાપમાન
Live TV
-
1901 બાદ બીજી વખત સૌથી વધુ ઠંડી, રાજધાનીમાં વિજિબિલિટી શૂન્ય પર પહોંચી
દેશના સમગ્ર ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી પડી રહી છે. દિલ્હીમાં રેકોર્ડબ્રેક તાપમાન 2.4 ડિગ્રીએ પહોંચી ગયું છે. તો કાશ્મીરમાં તાપમાન માઇનસમાં પહોંચી જતા ઘણા સ્થળોએ પાણીની પાઇપલાઇન જામી ગઈ છે. શ્રીનગરમાં તાપમાન માઇનસ 4.3 ડિગ્રી સેલ્સિયસ સાથે મોસમની સૌથી ઠંડી રાત નોંધાઈ હતી. લદ્દાખ પ્રદેશ પણ સખત ઠંડીની ચપેટમાં છે. અહીં અધિકતમ તાપમાન સતત શૂન્યની આસપાસ છે અને ન્યૂનતમ તાપમાન શૂન્યથી માઇનસ 29 ડિગ્રી સુધી છે. વિશ્વના બીજા સૌથી ઠંડા ક્ષેત્ર દ્રાસમાં ન્યૂનતમ તાપમાન શૂન્યથી માઇનસ 29 ડિગ્રી નોંધાયું છે. મોસમ વિભાગે જણાવ્યું છે કે આ ક્ષેત્રમાં આગામી સપ્તાહ સુધી આવી જ સ્થિતિ બની રહેશે. દિલ્હી-એનસીઆરમાં પણ સખત ઠંડીએ લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. આગામી ચોવીસ કલાક સુધી તીવ્ર ઠંડી રહેશે. જ્યારે 31 ડિસેમ્બરે વરસાદની પણ આગાહી કરાઈ છે. જમ્મુ-કાશ્મીરમાં પડી રહેલી હિમવર્ષાના પગલે અમદાવાદ સહિત ગુજરાતભરમાં શિયાળાનો રાઉન્ડ શરૂ થયો છે. ઠંડા પવન ફુકાતા ઠંડીનો અનુભવ થઇ રહયો છે. જેના લીધે આજે નલિયા 4.5 ડિગ્રી સાથે રાજયનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. અમદાવાદમાં છેલ્લા 5 વર્ષથી ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં ઠંડીમાં વધારો થયો છે
