પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1 કરોડથી વધુ મકાનોના નિર્માણને મંજૂરી
Live TV
-
આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપસિંહ પુરીએ કહયું કે શહેરી ક્ષેત્રોમાં 1કરોડ 12 લાખ મકાનની માંગ છે
સરકારે કહયું છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1 કરોડથી વધુ મકાનોના નિર્માણને મંજુરી અપાઈ છે. આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપસિંહ પુરીએ કહયું કે શહેરી ક્ષેત્રોમાં 1કરોડ 12 લાખ મકાનની માંગ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના વ્યાજબી ભાવના મકાનના વિશ્વના સૌથી મોટા કાર્યક્રમ પૈકી એક છે હરદીપસિહ પુરીએ કહયું કે પ્રધાનમંત્રી આવાસ યોજના દેશ ભરમાં સફળ રહી છે. તેમણે કહયુ કે કેન્દ્ર સરકારના પ્રયાસથી યોજના દ્વારા લાખોની સંખ્યામાં લોકોને આવાસ ઉપલબ્ધ થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેને શહેરી ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગ માટે યાદગાર ઉપલબ્ધી ગણાવી હતી. પ્રધાનમંત્રી એ કહયું કે શહેરી ગરીબો અને મધ્યમ વર્ગ માટે આ મહત્વપુર્ણ ઉપલબ્ધી છે. આ સ્પેલને પારદર્શીતા, ટેકનોલોજીના ઉપયોગ અને ઝડપી અમલીકરણ માટે આળખાશે. દરેક ભારતીયનો આવાસ ઉપલબ્ધ કરાવવા માટે સખત મહેનત કરનાર શહેરી બાબતોના મંત્રાલયની ટીમને હું શુભેચ્છા પાઠવું છું.
