Skip to main content
Settings Settings for Dark

CAA મામલે અમિત શાહે રાહુલ ગાંધીને પડકાર ફેંક્યો

Live TV

X
  • રાહુલ ગાંધી સાબિત કરે કે, કાયદામાં ક્યાં લખ્યું છે કે, તેમા કોઇ પણની નાગરિકતા છીનવવાની છેઃ અમિત શાહ, નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કરવા બદલ ભાજપે કરી કોગ્રેંસની આકરી ટીકા

    નાગરિકતા સુધારણા કાયદો મામલે દેશભરમાં સમર્થન અને વિરોધનો સિલસિલો ચાલુ છે. મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં CCAના સમર્થનમાં એક રેલી નીકળી જે ગીરગાવ ચોપાટી ખાતે જઈને સમાપ્ત થઈ. રેલીમાં સમાજના દરેક વર્ગના લોકો સામેલ થયા હતા અને નવા કાયદાના સમર્થનમાં પોતાની વાત રાખી હતી. દરમિયાન કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ ઉપર નાગરિક સંશોધન કાયદા વિશે અફવા ફેલાવાનો આરોપ લગાવતા કહ્યું કે, રાહુલ ગાંધી સાબિત કરે કે, કાયદામાં કયાં લખ્યું છે કે, તેમાં કોઈપણની નાગરિકતા છીનવવાની જોગવાઈ છે. ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી. નડ્ડાએ લોકોને અફવાથી દૂર રહેવા કહ્યું હતું. તો દિલ્હી ભાજપે પત્રકાર પરિષદ યોજી NRRને ગરીબો ઉપર ટેક્સ બતાવનાર રાહુલ ગાંધીના નિવેદન ઉપર જોરદાર પ્રહાર કર્યો હતો અને તેની પાસે માફીની માંગ કરી હતી

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply