ઉત્તર ભારતમાં શીતલહેરનો પ્રકોપ, હિમાચલમાં બરફવર્ષાની આગાહી
Live TV
-
હવામાન વિભાગે દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને બિહાર માટે બહાર પાડી રેડ કોડેડ ચેતવણી
ઉત્તર ભારતમાં શીતલહેરનો પ્રકોપ યથાવત છે. હવામાન વિભાગે આજે અને આવતીકાલ માટે દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને બિહાર માટે રેડ કોડેડ ચેતવણી બહાર પાડી છે. લોકોને ઠંડીથી બચવા પહેલેથી જ ચેતવણી અપાઈ છે. આવનારા બે દિવસ દરમિયાન આ રાજ્યોના ઉત્તરીય પ્રદેશોમાં શીતલહેર ચાલુ રહેશે. જમ્મુ - કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં એક અને બે જાન્યુઆરીએ બરફવર્ષા થઈ શકે છે. પંજાબ , હિમાચલમાં લોકો ધુમ્મસનો પણ સામનો કરી રહ્યા છે. હિમાચલના કેટલાક વિસ્તારમાં તાપમાન શૂન્ય ડિગ્રીથી નીચે જતુ રહ્યું છે. શનિવારે દિલ્હીમાં મોસમનો સૌથી વધુ ઠંડો દિવસ રહ્યો હતો. શનિવારે સવારે દિલ્હીમાં 2.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
