ઉદ્ધવ ઠાકરે બન્યા મહારાષ્ટ્રના 19માં મુખ્યપ્રધાન
Live TV
-
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે મહારાષ્ટ્રના 19 માં મુખ્ય મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. જેઓ મનોહર જોશી અને નારાયણ રાણે બાદ આ પદ પર આરૂઢ થનારા શિવસેનાના ત્રીજા નેતા બન્યા. તો તેમના કેટલાક ધારાસભ્યોએ પણ મંત્રીપદ શપથ ગ્રહણ કર્યા. આ શપથ સમારોહમાં વિવિધ પક્ષના નેતાઓ ઉદ્યોગપતિઓ, વેપારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે.
