ઉન્નાવ દુષ્કર્મ કેસ - તમામ કેસ દિલ્હી ટ્રાન્સ્ફર કરવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ
Live TV
-
દુષ્કર્મ કેસનો મુખ્ય આરોપી ધારાસભ્ય કુલદીપ સેંગરને ભાજપે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા
ઉન્નાવ દુષ્કર્મ કેસમાં સુપ્રિમ કોર્ટે એક મહત્વનો નિર્ણય લીધો છે. સુપ્રિમ કોર્ટે આદેશ કર્યો છે કે આ કેસની સુનવણી દિલ્લી ખાતે રોજે રોજ થશે અને 45 દિવસ માં ,કેસ ,પુર્ણ કરવા નો પણ ,આદેશ કર્યો છે. ઉપરાંત ,જો પીડિતા નું સ્વાસ્થ્ય ,સારુ હોય ,અને તેના પરિવારવાળા ઈચ્છતા હોય ,તો પીડિતા ને, દિલ્હી એઈમ્સ ખાતે ટ્રાન્સફર કરવા માટે ,કહ્યું છે. આ સાથે, સુપ્રીમ કોર્ટે પીડિતા ને ,25 લાખ રૂપિયા નું ,વળતર આપવા માટે પણ ,ઉત્તરપ્રદેશ સરકારને નિર્દેશ કર્યો છે. આ અગાઉ ,આજે સુપ્રીમ કોર્ટે,CBIને બપોરે 12 વાગે ,હાજર થઇ ને, ઉન્નાવ દુષ્કર્મ કેસ માં થયેલી તપાસ નો ,પ્રગતિ અહેવાલ, રજૂ કરવા ફરમાન કર્યું હતું. ન્યાયાલયે ,દુષ્કર્મ પીડિતા, સડક દુર્ઘટના માં ઘાયલ થઇ હોવાના કિસ્સા માં પણ, વિસ્તૃત અહેવાલ ,માંગ્યો છે. CBI કોર્ટ સમક્ષ ,હાજર રહેતા ,મુખ્ય ન્યાયમૂર્તિએ ,કેસ ની કાર્યવાહી ,7 દિવસ માં ,પુરી કરવા ,આગ્રહ કર્યો હોવાના ,અહેવાલ છે. સોલીસિટર જનરલે સુનાવણીને આવતીકાલ સુધી ,સ્થગિત રાખવા ની ,વિનંતી ને પણ ,કોર્ટે ,ફગાવી દીધી હતી. આ દરમિયાન ,ભારતીય જનતા પાર્ટીએ ,પોતાના વિધાનસભ્ય ,અને ઉન્નાવ દુશ્કર્મ કેસ ના મુખ્ય આરોપી ,કુલ દીપ સિંહ સેંગર ની, પક્ષ માંથી ,હકાલપટ્ટી કરી દીધી છે. પીડીતા ની સુરક્ષા માટે લાગેલા ત્રણ પોલીસકર્મીઓને પણ ,ઉન્નાવ SP દ્વારા ,સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે.
