PM નરેન્દ્ર મોદીએ વડોદરા પૂર માટે શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી
Live TV
-
CM વિજયભાઈ રૂપાણીએ ટ્વીટ કરીને આપી જાણકારી
ગુજરાતમાં પડી રહેલા વરસાદ અને તેમાંય વડોદરામાં આવેલા ભારે પૂરના પ્રકોપને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ફોન કરીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો..મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પોતાના ટ્વીટર પર ટ્વીટ દ્વારા આ માહિતી આપી છે..જેમાં તેમણે લખ્યુ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વડોદરામાં સર્જાયેલી પૂરની સ્થિતિ માટે જરુરી રાહત પહોચાડવામાં અને પુનર્વસન માટે શક્ય તમામ મદદની ખાતરી આપી...તો સાથે રાજ્ય સરકારે પૂરની સ્થિતિને પહોચી વળવા માટે કરેલા પ્રયાસોની પણ તેમણે પ્રસંશા કરી હતી..
