સ્વાસ્થ્ય મંત્રીની ડોક્ટરોને હડતાળ પૂરી કરવાની અપીલ
Live TV
-
સ્વાસ્થ્ય મંત્રીની ડોક્ટરોને હડતાલ પૂરી કરવાની અપીલ, ડોક્ટરોના સવાલના જવાબ આપતા કહ્યું- દેશ હિતમાં છે એનએમસી બિલ, સ્વાસ્થ્ય સચિવની સાથે બેઠકનો દોર.
સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને દર્દીઓને થઈ રહેલી મુશ્કેલીને જોતા ડોક્ટરોને હડતાળ સમેટી લેવાની અપી કરી છે. તેમણે રાષ્ટ્રીય ચિકિત્સા બિલને દેશહિતમાં ઉઠાવવામાં આવેલું પગલું જણાવ્યું છે.
હકીકતમાં આ બિલ સંસંદમાંથી પસાર થઈ ચુક્યું છે. ડોક્ટર આ બિલના વિરોધમાં હડતાળ પર છે જેથી દર્દીઓને ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દર્દીઓની મુશ્કેલીને જોતા સ્વાસ્થ્ય મંત્રીએ આજે ડોક્ટરોની સાથે બેઠક કરી અને તેના સવાલોનો અને શંકાઓનો વિસ્તારથી જવાબ આપ્યો હતો.
