ઉપરાષ્ટ્રપતિએ ભારત-ઝિમ્બાબ્વે વેપાર મંચને સંબોધન કર્યુ
Live TV
-
બંને દેશો વચ્ચે છ વેપારી કરાર પર હસ્તાક્ષર
ઉપરાષ્ટ્પતિ એમ.વૈંકયા નાયડુએ જણાવ્યું છે કે ભારત અને ઝિમ્બાબ્વેએ પ્રગતિ અને ઉત્કૃષ્ટ ભવિષ્ય માટે સખત પરિશ્રમ કરવો પડશે. શ્રી નાયડુ ગઈકાલે સાંજે હરારેમાં ભારત-ઝિમ્બાબ્વે વેપાર મંચને સંબોધીત કરી રહ્યા હતા. તેમણે બંને દેશોના ઉદ્યોગ જગત પાસેથી પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ પરસ્પર હિતમાં ઉપયોગ કરવાનો આગ્રહ કર્યો. ઉપરાષ્ટ્રપતિએ ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ઓછો વેપાર થવા બદલ અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે ખનન, સુચના અને સંચાર પ્રોદ્યોગિકી, ફાર્માસ્યુટીકલ, કૃષિ, રક્ષા નિર્માણ, પાયાગત સુવિધા અને પર્યટન ક્ષેત્ર સહિત દ્વિપક્ષીય વેપાર અને રોકાણને મુખ્ય ક્ષેત્રો પર ભાર મૂક્યો હતો. વેપાર મંચની બેઠકમાં બંને દેશો વચ્ચે છ વેપારી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. શ્રી નાયડુ આજે હરારેમાં ભારતીય ઉચ્ચાયોગ કાર્યાલય ભવનના શિલાન્યાસ સમારોહમાં ઉપસ્થિત રહેશે, ત્યારબાદ તેઓ ત્રણ આફ્રિકી દેશોની યાત્રાના અંતિમ ચરણમાં મલાવી જવા રવાના થશે
