ઋષિકેશમાં એઈમ્સના પ્રથમ પદવીદાન સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રહ્યા હાજર
Live TV
-
ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર આઠ વિદ્યાર્થીઓને પારિતોષિક અને પદવી રાષ્ટ્રપતિના હસ્તે એનાયત કરવામાં આવી હતી
રૂષિકેશ ખાતે એઈમ્સના પ્રથમ પદવીદાન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પહોંચ્યા હતા. તેમની સાથે કેન્દ્રીય મંત્રી જે પી નડ્ડા અને રાજ્યપાલ બેબીરાની મૌર્ય ઉપરાંત, મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર રાવત ઉપસ્થિત રહ્યાં હતા. આ પદવીદાન સમારંભમાં MBBSના વર્ષ 2012ના 44 વિદ્યાર્થીઓને પ્રથમ બેચના વિદ્યાર્થીઓ સાથે, નર્સીંગ કોર્સના વર્ષ 2013ની બેચના 58, અને વર્ષ 2014ના 59 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર આઠ વિદ્યાર્થીઓને પારિતોષિક અને પદવી રાષ્ટ્રપતિના હસ્તે એનાયત કરવામાં આવી હતી. જ્યારે અન્ય વિદ્યાર્થીઓને કેન્દ્રીય મંત્રી જે પી નડ્ડાના હસ્તે પદવી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું હતું, કે આયુષમાન ભારત યોજના અંતર્ગત 100 ટકા કવરેજ આપતું ઉત્તરાખંડ પ્રથમ રાજ્ય બન્યું છે
