જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડા, હિમાચલમાં ભારે બરફવર્ષા
Live TV
-
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે પણ વરસાદ અને પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાની સંભાવના વ્યક્ત કરાઈ છે
શનિવારે જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે બરફવર્ષા થઈ જેના કારણે રાજ્યના તાપમાનમાં ઘટાડો થયો હતો. જમ્મુ-કાશ્મીરના મેદાની વિસ્તારોમાં ભારે વરસાદ થયો. જમ્મુ કાશ્મીરમાં ભારે બરફવર્ષાના કારણે કેટલાક રસ્તા બ્લોક થઈ જતાં વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. ઉત્તરાખંડના ચમોલી સહિત આજુબાજના જિલ્લાઓમાં સવારથી જ વરસાદ અને હિમવર્ષા શરૂ થવાથી આખા ચમોલી જિલ્લાના તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. ચમોલીમાં બદ્રીનાથ ધામ, હેમકુંડ સાહિબ અને ટુરિસ્ટ સ્પોટ ઔલી સહિત ઉંચાઈવાળા સ્થળો પર સવારથી હિમવર્ષા થઈ રહી છે. તેનાથી બદ્રીનાથ ધામ સહિત ઔલીમાં રસ્તા પર અંદાજે 2 ઈંચ બરફ જામ થઈ ગયો છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે પણ વરસાદ અને પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાની સંભાવના વ્યક્ત કરાઈ છે.
