Skip to main content
Settings Settings for Dark

ઉપરાષ્ટ્રપતિએ સ્વદેશી કોવેક્સિન રસીની સ્થિતિ અંગે ભારત બાયોટેકના અધ્યક્ષ સાથે કરી ચર્ચા

Live TV

X
  • ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ આજે ​​કોવીડ-19 ની સ્વદેશી રસી એટલે કે કોવેક્સિનની સ્થિતિ અંગે ભારત બાયોટેકના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર, ડૉ. કૃષ્ણા એલ્લા અને સંયુક્ત મેનેજિંગ ડિરેક્ટર સુચિત્રા એલ્લા સાથે હૈદરાબાદમાં ચર્ચા વિચારણા કરી હતી.

    ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ આજે ​​કોવીડ-19 ની સ્વદેશી રસી એટલે કે કોવેક્સિનની સ્થિતિ અંગે ભારત બાયોટેકના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર, ડૉ. કૃષ્ણા એલ્લા અને સંયુક્ત મેનેજિંગ ડિરેક્ટર સુચિત્રા એલ્લા સાથે હૈદરાબાદમાં ચર્ચા વિચારણા કરી હતી. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને ભારત બાયોટેકના અધ્યક્ષ અને સંયુક્ત મેનેજિંગ ડાયરેક્ટર વચ્ચેની આ ચર્ચા મુખયત્વે, કોવેક્સિન રસીની સ્થિતિ અને તેને ભારતમાં અને બાકીના વિશ્વમાં ઉપલબ્ધ કરાવવાની યોજનાઓને અંતર્ગત થઇ હતી. વાતચીત દરમિયાન ઉપરાષ્ટ્રપતિએ સ્વદેશી વિશ્વકક્ષાના ઉત્પાદનો સાથે જાહેર ખાનગી ભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો હતો. જેમા આઈસીએમઆર અને ભારત બાયોટેક વચ્ચેના સહયોગની પ્રશંસા કરી.

    આ કોવેક્સિન રસી ભારત બાયોટેક દ્વારા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને  નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વિરોલોજીના સહયોગથી વિકસાવવામાં આવી છે. સાથે જ આ રસી ભારત બાયોટેકની બીએસએલ -3 (બાયો-સેફ્ટી લેવલ 3) બાયો-કન્ટેન્ટમેન્ટ સુવિધામાં ઉત્પાદિત થઇ છે.
     
    તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત બાયોટેકની મુલાકાત લીધી હતી અને કોવાક્સિનની સ્થિતિની સમીક્ષા કરી હતી. ત્યારબાદ હૈદરાબાદમાં ભારતના બાયોટેક સુવિધા માટે અનેક રાષ્ટ્રોના 70 રાજદૂત અને હાઇ કમિશનરો દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply