Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ પહોંચ્યા દિવની મુલાકાતે; જલંધર સર્કિટ હાઉસનું કર્યું લોકાર્પણ

Live TV

X
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 25થી 28 ડિસેમ્બર સુધી દિવની મુલાકાત લેવાના છે. રાષ્ટ્રપતિ આજે બપોરે રાજકોટ એરપોર્ટ પર પહોચ્યા હતા. દિવમાં તેઓ જલંધર સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન કરશે.આ ઉપરાંત ત્યાં થઇ રહેલી વિકાસ યોજનાઓના ખાતમૂહુર્ત પણ કરશે.

    દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમના પત્ની સાથે આજે બપોરે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન સહિત અધિકારીઓ દ્વારા રેડ કાર્પેટ પર રાષ્ટ્રપતિનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજકોટ એરપોર્ટ પર રાષ્ટ્રપતિએ ટૂંકું રોકાણ કર્યુ હતું અને ત્યારબાદ હેલિકોપ્ટર મારફત દિવ જવા રવાના થયા હતા. દિવ પહોંચીને રાષ્ટ્રપતિએ જલંધર સર્કિટ હાઉસનું લોકાર્પણ કર્યું. રાષ્ટ્રપતિ દિવમાં આજથી 28 ડિસેમ્બર સુધી રોકાણ કરશે. 3 દિવસના રોકાણ દરમિયાન રાષ્ટ્રપતિ કોવિંદ દિવમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્તના કાર્યક્રમમાં હાજરી આપશે.

    આવતીકાલે સવારે 10.35 વાગ્યે રાષ્ટ્રપતિ ગંગેશ્વર મંદિરના દર્શન કરશે. તેમજ દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે. રાજકોટ એરપોર્ટ પર રાષ્ટ્રપતિના આગમનને લઈને રાજકોટ પોલીસ તંત્ર દ્વારા સુરક્ષાની પૂરતી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. રાષ્ટ્રપતિના રાજકોટ એરપોર્ટ પર ટૂંકા રોકાણને પગલે રાજકોટ એરપોર્ટ તથા એરપોર્ટની બહાર સ્થાનિક પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ કડક બંદોબસ્તમાં સ્થાનિક અધિકારીઓ સહિત આશરે 700 જેટલા જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply