Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી કાલે વર્ચ્યુઅલ માધ્યમથી આયુષ્યમાન ભારત PM-JAY સેહતનો પ્રારંભ કરશે

Live TV

X
  • આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી આયુષ્યમાન ભારત PM-JAY સેહતનો પ્રારંભ કરશે. કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના તમામ લોકોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે.

    આવતી કાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બપોરે 12 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આયુષ્યમાન ભારત PM-JAY સેહતનો પ્રારંભ કરશે. કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના તમામ લોકોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે. આ યોજનાથી સાર્વત્રિક આરોગ્ય કવરેજ સુનિશ્ચિત થશે. આ યોજના અંતર્ગત આર્થિક જોખમ સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તમામ લોકો અને સમુદાયોને ગુણવત્તાપૂર્ણ તેમજ પરવડે તેવા દરે આવશ્યક આરોગ્ય સેવાઓ પ્રાપ્ત કરી શકાશે. કેન્દ્રીય ગૃહમંત્રી તેમજ જમ્મુ અને કાશ્મીરના લેફ્ટેનન્ટ ગવર્નર પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.

    આયુષ્યમાન ભારત PM-JAY યોજના કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના તમામ રહેવાસીઓને વિનામૂલ્યે વીમા કવચ પૂરું પાડે છે. તે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના દરેક રહેવાસીઓને પરિવાર દીઠ રૂપિયા 5 લાખ સુધીનું આર્થિક કવચ ફ્લોટર આધારે પૂરું પાડે છે. તે અંદાજે 15 લાખ જેટલા પરિવારોને PM-JAYના પરિચાલન વિસ્તરણ માટે જોગવાઇ પૂરી પાડે છે. PM-JAYને કેન્દ્રમાં રાખીને ઇન્શ્યોરન્સ મોડમાં આ યોજનાને સંચાલિત કરવામાં આવશે. આ યોજનાના લાભો સમગ્ર દેશમાં પોર્ટ થવા પાત્ર રહેશે. PM-JAY યોજના હેઠળ પેનલમાં સામેલ હોસ્પિટલોમાં આ યોજનાની સેવાઓ પૂરી પાડવામાં આવશે.

    સાર્વત્રિક આરોગ્ય કવરેજ (UHC)માં આવશ્યક, ગુણવત્તાપૂર્ણ આરોગ્ય સેવાઓ, આરોગ્ય પ્રોત્સાહનથી માંડીને નિવારણ, સારવાર, પુનર્વસન અને ઉપશામક સંભાળ સહિતની સેવાઓ સામેલ કરવામાં આવી છે. આથી દરેક વ્યક્તિને આ સેવાઓ ઉપલબ્ધ થશે, લોકોને આરોગ્ય સેવાઓ માટે મોટી રકમની ચુકવણીના પરિણામે આવતા આર્થિક પરિણામો સામે સુરક્ષા મળશે અને અને લોકોને ગરીબી તરફ આગળ વધવાના જોખમમાં ઘટાડો થશે. આયુષ્યમાન ભારત કાર્યક્રમ તેના મુખ્ય બે આધારસ્તંભ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની મદદથી UHC પ્રાપ્ત કરવાની દૂરંદેશી ધરાવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply