ફાસ્ટ ટેગ ટોલની રકમે રેકોર્ડ બનાવ્યો, પ્રતિદિવસ 80 કરોડ રૂપિયાથી વધુની વસુલાત
Live TV
-
દેશમાં ટોલ વસૂલાતની રકમ ફાસ્ટ ટેગ દ્વારા દરરોજ રેકોર્ડ બનાવી રહી છે. પહેલી વખત પ્રતી દિવસ 80 કરોડ રૂપિયાથી વધુ ટોલ વસુલાત કરવાનો રેકોર્ડ કર્યો છે.
1 જાન્યુઆરી 2021થી વાહનો માટે ફાસ્ટ ટેગ ફરજિયાત
માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 2 કરોડથી વધુ ફાસ્ટ ટેગ જારી કરવામાં આવ્યા છે. 1 જાન્યુઆરી 2021થી વાહનો માટે ફાસ્ટ ટેગ ફરજિયાત બનાવ્યો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઓથોરિટીએ ટોલ પ્લાઝા પર વાહનોની અવરજવર માટે તમામ જરૂરી વ્યવસ્થા કરી છે.
ફાસ્ટ ટેગથી ટોલ પ્લાઝા પર સમય અને બળતણનો બચાવ
આ સમગ્ર પ્રક્રીયા ઝડપી થતા હાઇવે વપરાશકર્તાઓ ટોલ પ્લાઝા પર સમય અને બળતણ બચાવી શક્યા છે. ઝડપી ફાસ્ટ ટેગ દેશભરમાં સરળતાથી ટોલ પ્લાઝા સહિત વિવિધ સ્થળોએ વેચાણ માટે ઉપલબ્ધ છે તે એમેઝોન, ફ્લિપકાર્ટ અને સ્નેપડીલથી પણ ઓનલાઇન ઉપલબ્ધ છે. ફાસ્ટટેગ રેડિયો-ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે અને ટોલ પ્લાઝાને સાહજિક અને સરળ રીતે નેવિગેટ કરવા વપરાશકર્તાઓને સરળ બનાવે છે.
