ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ કોમોરોસ અને સીરાલોનની યાત્રા પર
Live TV
-
ઉપરાષ્ટ્રપતિએ કહ્યું છે કે, ભારતે આફ્રિકાને એક ફોક્સ મહાદ્વિપ માન્યું છે અને તે ગત પાંચ વર્ષમાં પ્રધાનમંત્રી, ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિના 32 પ્રવાસને જોઈને લાગે છે.
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ કોમોરોસ અને સીરાલોનની યાત્રા પર છે. ગઈકાલે ભારતીય સમુદાય સાથે તેમણે મુલાકાત કરી હતી. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું છે કે, ભારતે આફ્રિકાને એક ફોક્સ મહાદ્વિપ માન્યું છે અને તે ગત પાંચ વર્ષમાં પ્રધાનમંત્રી, ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિના 32 પ્રવાસને જોઈને લાગે છે. ભારતે આફ્રિકામાં 18 નવા દૂતાવાસ ખોલવાનો નિર્ણય પણ કર્યો છે. ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કે, તેમને ખુશી છે કે, ભારતીય માત્ર 250ની સંખ્યામાં હોવા છતાં ભારતીય પ્રવાસીઓ સામાજિક અને આર્થિક દૃષ્ટિએ વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. સાથે જ પ્રવાસી ભારતીય દિવસમાં ભાગ લેવા ભારતીય સમુદાયને આમંત્રિત પણ કર્યા હતા.