ઉ.ભારતમાં ભારે વરસાદના કારણે હાલાકી, ઉત્તરાખંડમાં 17ના, હિમાચલ પ્રદેશમાં 24ના મોત
Live TV
-
ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબ સહિત દેશના કેટલાક રાજ્યો ખરાબ રીતે પ્રભાવિત
દેશના ઘણા રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. હિમાચલ પ્રદેશમાં પાછલા 24 કલાકમાં વરસાદના લીધે મૃત્યુઆંક વધીને 24 થઈ ગયો છે. રાજ્યમાં સતત વધી રહેલા વરસાદના લીધે પુર, ઝાડ પડવા વગેરે જેવી ઘટનાઓ સામે આવી છે. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
પંજાબમાં ભાખરા બાંધમાંથી પાણી છોડવામાં આવતાં ઘણા જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે. પંજાબ તેમજ ચંદીગઢમાં પણ સતત વરસી રહેલાં વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું. ઉત્તર પ્રદેશમાં પણ પુરનું સંકટ તોળાઈ રહ્યું છે.
બદાયુમાં પણ ગંગા નદી ભયનજનક સપાટીથી ઉપર વહી રહી છે. તો દિલ્હીમાં પણ યમુના નદીનું જળસ્તર ભયજનક સપાટી વટાવી ચૂક્યું હોવાથી દિલ્હી સરકારે પણ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થાનો પર સ્થળાંતર કરવા જણાવ્યું છે. જમ્મુની તાવી નદીમાં પણ પાણીનું સ્તર વધી ગયું હતું, જેના પગલે નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને ખસેડવામાં આવ્યા હતા.
