ઉ.ભારતમાં વરસાદ, ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટો
Live TV
-
રાજધાની દિલ્લી સહિત ઉત્તર ભારતમાં ભારે વરસાદ - સતત વરસાદના કારણે તાપમાનનો પારો ગગડ્યો - હિમાચલ પ્રદેશમાં હિમપાત - ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટો - વાદળછાયા વાતાવરણ વચ્ચે હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને કચ્છમાં કરી માવઠાની આગાહી.
રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. આજે પવનની દિશા પલટાતા અરબી સમુદ્ર તરફ વાતા પવનોના કારણે હવામાન વિભાગે ઉત્તરગુજરાત અને કચ્છમાં માવઠાની આગાહી કરી છે. આજે બનાસકાંઠા જિલ્લામાં ડિસા, ભાભરમાં વરસાદી છાંટા પડ્યાં હતા.
મહિસાગર જિલ્લામાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા પડ્યાં હતા. કમોસમી વરસાદને કારણે જીરૂ, ધાણા વરિયાળીના પાકને નુકસાન પહોંચે તેવી ભિતી સેવાઈ રહી છે. વાતાવરણમાં અચાનક પલટો આવવાના કારણે રાજ્યના મોટાભાગના શહેરોનું તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો.
