Skip to main content
Settings Settings for Dark

ઉમેદવારોની સામેના કેસોની માહિતી ટીવી અને અખબારોમાં આપવી પડશે

Live TV

X
  • ઉમેદવારોના ગુનાહિત ઇતિહાસ અંગે ચૂંટણી પંચે સુધારા સાથે નવી ગાઈડલાઈન જાહેર કરી

    ચૂંટણી પંચે શુક્રવારે ઉમેદવારીપત્રોમાં ઉમેદવાર અને રાજકીય પક્ષોના અપરાધિક વિવરણ માટે સુધારેલી ગાઇડલાઇન જારી કરી હતી. નવી ગાઇડલાઇન મુજબ ઉમેદવારી પત્રમાં ઉમેદવારે જે રાજકીય પક્ષ તરફથી ઉમેદવારી નોંધાવી હશે તે રાજકીય પક્ષે ઉમેદવારના ભૂતકાળના અપરાધ અંગેની માહિતીનું પ્રસારણ અને પ્રકાશન કરાવવાનું રહેશે. રાજકીય પક્ષે આ વિવરણ સમાચારપત્રોમાં પ્રકાશિત અને ટીવી પર પ્રસારીત કરવાનું રહેશે. ઉમેદવારીપત્ર પાછું ખેંચવા માટેની અંતિમ તારીખ પહેલાંના ચાર દિવસમાં પ્રચાર - પ્રસારની આ કામગીરી પહેલીવાર કરવાની રહેશે. ઉમેદવારીપત્ર પાછી ખેંચવાની અંતિમિ તારીખ પછીના પાંચમાંથી આઠમાં દિવસ દરમિયાન, બીજીવાર આ વિવરણનો પ્રચાર પ્રસાર કરવાનો રહેશે. ત્રીજીવાર પણ આ પ્રક્રીયા દોહરાવવાની રહેશે. રાજકીય પક્ષે ચૂંટણી પ્રચાર સમાપ્ત થવાની મુદત પહેલાંના 9 દિવસમાં આ વિવરણનો પ્રચાર પ્રસાર કરવાનો રહેશે. ચૂંટણી પંચનું કહેવું છે , કે આ સમયમર્યાદાનું પાલન કરવામાં આવતાં મતદારોને સમજી વિચારીને પોતાની પસંદગીના ઉમેદવારને મત આપવામાં મદદ મળશે. ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે , કે ઉમેદવારી પત્ર ભરનારા પરંતુ ચૂંટણી ના લડનારા ઉમેદવારો અને તેમના સંબંધિત રાજકીય પક્ષોએ પણ ગાઇડલાઇન મુજબની પ્રચાર - પ્રસાર કામગીરી કરવી પડશે. પંચનું કહેવું છે , કે આ પ્રક્રીયા હાથ ધરવામાં આવતાં મતદારોમાં જાગૃતિનો પ્રસાર કરવામાં મદદ મળશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply