Skip to main content
Settings Settings for Dark

ભારતીય રેલવેએ સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમો સાથે નવી 80 ટ્રેન શરૂ કરી

Live TV

X
  • નવી ટ્રેનો શરુ થતા મુસાફરોને મળશે રાહત. દહેરાદુન, અજમેર, જબલપુર, ગ્વાલિયર સહિતના વિસ્તારોને જોડશે આ ટ્રેનો.

    રેલવે સતત પોતાની સેવાનો વિસ્તાર કરી રહી છે. આજથી દેશભરમાં 80 નવી વિશેષ ટ્રેનનું સંચાલન શરૂ થશે. 10 સપ્ટેમ્બરથી જ આ ટ્રેન માટેનું બુકિંગ શરૂ થઇ ગયું હતું. દેશમાં 230 સ્પેશ્યલ ટ્રેન પહેલેથી જ દોડી રહી છે. નવી સ્પેશ્યલ ટ્રેન દહેરાદુન, અજમેર, જયપુર, જબલપુર , પ્રયાગરાજ, ભાગલપુર, જબલપુર , ગ્વાલિયર, મુઝફ્ફરપુર સહિત દેશના તમામ વિસ્તારને એકબીજા સાથે જોડશે. કોરોના મહામારી કાળમાં આ સ્પેશ્યલ ટ્રેનમાં સફર કરતી વખતે સોસિયલ ડિસ્ટન્સનિંગનું પાલન કરવું પડશે. પ્રવાસ દરમિયાન માસ્ક ધારણ કરવું આવશ્યક રહેશે. પ્રવાસ શરૂ કરતાં પહેલાં મોબાઇલ ફોનમાં આરોગ્ય સેતુ એપ ઇનસ્ટોલ કરવું આવશ્યક રહેશે. મહત્વની બાબત એ છે કે સ્ટેશન પર માત્ર કન્ફર્મ ટિકિટની મદદથી જ પ્રવેશ મળશે. સ્રિનિંગ દરમિયાન કોરોનાના લક્ષણો જોવા ના મળે તો જ પ્રવાસ ખેડી શકાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply