મધ્યપ્રદેશઃ પ્રધાનમંત્રીએ 1.75 લાખ આવાસનું કર્યું ઉદ્દઘાટન
Live TV
-
પ્રધાનમંત્રી આવાસ યોજના ભારતનું એક સપનું છે, સાચી નિયતથી બનાવેલી યોજના સાકાર પણ થાય છે અને લોકો સુધી પહોંચે પણ છેઃ પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1.75 લાખ ઘરોમાં ગૃહપ્રવેશના કાર્યક્રમનું ઉદ્દઘાટન કર્યું હતું.આ કાર્યક્રમ સમયે મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, પીએમ આવાસ યોજના ભારતનું એક સપનું છે. પહેલા ગરીબો સરકાર પાછળ દોડતા હતા હવે સરકાર ગરીબો પાસે આવી રહી છે. કોઈની ઇચ્છા પ્રમાણે આવાસ યોજનના લીસ્ટમાં કોઇનું નામ જોડવામાં કે કમી કરવામાં આવતું નથી. મકાન માટે પસંદગીની પ્રક્રિયા પારદર્શી બનાવાઈ છે. 2014ના અનુભવના અધ્યનના આધારે જુની યોજનામાં સુધારો કરવામાં આવ્યો હતો. અને પછી પ્રધાનમંત્રી આવાસ યોજનાના રૂપમાં તેને નવા રૂપ રંગ સાથે લાગુ કરવામાં આવી હતી. સામાન્ય રીતે આ યોજના હેઠળ ઘર બનાવવા માટે સરેરાશ 125 દિવસનો સમય લાગે છે. પરંતુ કોરોના કાળમાં ઘરોને માત્ર 45થી 60 દિવસમાં જ તૈયાર કરી દેવામાં આવ્યા છે. આપત્તિને અવસરમાં કેવી રીતે પલટાવવી તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજનો આ દિવસ દેશવાસીઓના એ વિશ્વાસને મજબૂત બનાવે છે કે, સાચી નિયતથી બનાવેલી સરકારી યોજનાઓ સાકાર પણ થાય છે અને લાભાર્થીઓ સુધી પહોંચે પણ છે.
