બિહારમાં પેટ્રોલિયમ ક્ષેત્રે 3 યોજનાનું પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ
Live TV
-
બિહારમાં ગેસ આધારિત ઉદ્યોગોનો વિકાસ એક પડકાર હતો, ગેસ લાઈન નાખવાથી નવા ઉદ્યોગોને પ્રોત્સાહન મળે છેઃ પીએમ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બિહારમાં પેટ્રોલિયમ ક્ષેત્ર સંબંધિત ત્રણ મહત્વપૂર્ણ યોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી. આ પરિયોજનાઓમાં પારાદીપ, હલ્દિયા અને દુર્ગાપુર ગેસ પાઇપ લાઇન સંવર્ધન પરિયોજનાઓ અને પૂર્વી ચંપારણ્ય અને બાંકામાં બે રાંધણ ગેસ બોટલિંગ પ્લાન્ટ યોજનાઓનો સમાવેશ થાય છે. પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, એક સમય હતો જ્યારે બિહારમાં એલપીજી કનેક્શન હોવું સંપન્ન લોકોની નીશાની હતી. જેમના ઘરમાં ગેસ હતી તે માનતા હતા કે તેઓ મોટા ઘર અને પરિવારના છે. પરંતુ હવે બિહારમાં આ સામાન્ય થઈ ગયું છે. ઉજ્જવલા યોજના હેઠળ આજે દેશમાં 8 કરોડ ગરીબ પરિવાર પાસે ગેસ કનેક્શન છે. આ યોજના હેઠળ ગરીબોના જીવનમાં પરિવર્તન આવ્યું છે. આજે હવે દેશના અનેક શહેરોમાં સીએનજી પહોંચ્યું છે, પીએનજી પહોંચ્યું છે. તો બિહારના લોકોને પણ આ સુવિધા સરળતાથી મળવી જોઈએ તેવા સંકલ્પની સાથે આગળ વધી રહ્યા છીએ.
