24 કલાકમાં 10.71 લાખ ટેસ્ટ, 94 હજાર પોઝિટિવ, 78 હજાર સાજા થયા
Live TV
-
એક જ દિવસથી સૌથી વધુ 22 હજાર કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં 9 હજારથી વધુ કેસ
દેશમાં કોરોનાના કેસોમાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઈ રહ્યો છે. 24 કલાકમાં દેશમાં કોરોનાના 94,372 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1,114 દર્દીના મૃત્યુ થયા છે. આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડાઓ પર નજર કરીએ તો, 24 કલાકમાં દેશમાં કોરોનાના 10.71 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા, જેમાંથી 94,372 કેસ પોઝિટિવ આવ્યા, તો 24 કલાકમાં 1,114 લોકોના મૃત્યુ અને 78,399 દર્દીઓ સાજા થયા, આ સાથે જ દેશમાં કોરોનાના કેસની કુલ સંખ્યા 47,54 લાખને પાર પહોંચી ગયા છે. હાલ 9.73 લાખ એક્ટિવ કેસ છે જ્યારે અત્યાર સુધી 37,02 લાખ લોકો કોરોનાને માત આપી સાજા થયા છે. આઈસીએમઆરના આંકડાઓ મુજબ દેશમાં અત્યાર સુધી કોરોનાના 5,62 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં નોંધાયા છે.
