વયોવૃદ્ધો માટે જીવન પ્રમાણપત્ર રજૂ કરવાની સમયમર્યાદામાં છુટછાટ
Live TV
-
તમામ પેન્શન ધારક આ વર્ષે પહેલી નવેમ્બરથી 31 ડિસેમ્બર સુધી જીવન પ્રમાણપત્ર જમા કરાવી શકશે.
સરકારે વયોવૃદ્ધ લોકોને મોટી રાહત આપતાં જીવન પ્રમાણપત્ર રજૂ કરવાની વર્તમાન સમયમર્યાદામાં, છુટછાટ આપી છે. કર્મચારી, લોક ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડો. જીતેન્દ્રસિંઘે જણાવ્યું છે , કે તમામ પેન્શન ધારક આ વર્ષે પહેલી નવેમ્બરથી 31 ડિસેમ્બર સુધી , જીવન પ્રમાણપત્ર જમા કરાવી શકશે. આ પહેલાં પેન્શન ચાલુ રાખવા માત્ર નવેમ્બરમાં જ , જીવન પ્રમાણપત્ર જમા કરાવી શકાતા હતા. 80 કે તેથી વધુ વર્ષની વય ધરાવતા પેન્શન ધારક આ વર્ષે , પહેલી ઓક્ટોબરથી 31 ડિસેમ્બર જીવન પ્રમાણપત્ર જમા કરાવી શકશે. વધારવામાં આવેલી આ મુદત દરમિયાન પેન્શન ચુકવણી કોઇ અવરોધ વિના થતી રહેશે. કોવિડ -19 સંકટમાં વૃદ્ધો વધુ સંક્રમિત થઇ રહ્યા હોવાના સંજોગોમાં , આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના તમામ પેન્શન ધારકને પોતાના પેન્શન માટે નવેમ્બરમાં જીવન પ્રમાણપત્ર રજૂ કરવું પડે છે.
