Skip to main content
Settings Settings for Dark

એક વર્ષ માટે સાંસદોના પગારમાં 30 ટકાનો ઘટાડો, કોવિડ-19 સામે લડવા ખર્ચ કરાશે

Live TV

X
  • કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પત્રકાર પરિષદમાં આપી જાણકારી

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતમાં થયેલી બેઠકમાં બે મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. પ્રથમ નિર્ણય મુજબ તમામ સાંસદોની સેલેરીમાં એક વર્ષ માટે 30 ટકા કાપ મૂકવામાં આવ્યો છે. બીજા નિર્ણય મુજબ બે વર્ષ માટે MPLAD ફન્ડને ખત્મ કરવામાં આવ્યું છે. આ ફન્ડનો ઉપયોગ કોરોનાવાઈરસ સામે લડવામાં કરવામાં આવશે.કેબિનેટના નિર્ણયની માહિતી આપતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે એક વર્ષ સુધી તમામ સાંસદોની સેલેરીમાં 30 ટકા કાપ મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાંસદોની આ સેલેરીનો ઉપયોગ કોરોનાવાઈરસ સામે લડવા માટે કરવામાં આવશે.

    આ અંગે કેન્દ્ર સરકારે પરિપત્ર બહાર પાડ્યો.. આ સિવાય રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલ પણ એક વર્ષ સુધી પોતાની સેલેરીના 30 ટકા ઓછા લેશે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલોએ આ નિર્ણય સ્વૈચ્છિક રીતે લીધો છે.  કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે કેબિનેટમાં સાંસદોના સાંસદ લોકલ એરિયા ડેવલોપમેન્ટ ફન્ડ(MPLAD)ને 2 વર્ષ માટે ખત્મ કરવા પર સહમતી છે. વર્ષ 2020-21 અને 2021-22 માટે લોકલ એરિયા ડેવલોપમેન્ટ ફન્ડને 2 વર્ષ માટે ખત્મ કરવામાં આવશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
apply