Skip to main content
Settings Settings for Dark

કોવિડ -19 કટોકટી : ભારત સરકારે શ્રીલંકામાં જીવનરક્ષક દવાઓ મોકલી

Live TV

X
  • શ્રીલંકાના રાષ્ટ્રપતિએ ભારત સરકારની મદદના કર્યા વખાણ

    શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષેએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારત સરકારની તેમના દેશમાં ખાસ ચાર્ટર્ડ ફ્લાઇટમાં દવાઓ મોકલવા બદલ હાર્દિક પ્રશંસા કરી છે.રાષ્ટ્રપતિએ એક સંદેશમાં જણાવ્યું હતું કે, જરૂરિયાતની આ ઘડીમાં દયાળુ અને ઉદારતા પ્રસંશાને પાત્ર છે..આ ટિપ્પણી ત્યારે થઈ જ્યારે ભારતે ચાલુ કોવિડ -19 કટોકટીને ધ્યાનમાં રાખીને ભારતે શ્રીલંકાને 10 ટન આવશ્યક જીવન બચાવવાની દવાઓની ભેટ આપી હતી.શ્રીલંકા સરકાર દ્વારા વિનંતી કરાયેલી આ દવાઓ એર ઇન્ડિયાની વિશેષ ચાર્ટર ફ્લાઇટ દ્વારા કોલંબો લાવવામાં આવી હતી.કોલંબોમાં ભારતીય હાઈ કમિશન દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેના પોતાના ઘરેલુ પડકારો અને મુશ્કેલીઓ હોવા છતાં, ભારત હંમેશા તેના સંસાધનો અને કુશળતા તેના મિત્રો અને ભાગીદારો સાથે વહેંચવામાં વિશ્વાસ કરે છે.અગાઉ ભારતે COVID કટોકટી સામે લડવામાં મદદ માટે માલદીવને સમાન પુરવઠો મોકલ્યો છે.દરમિયાન, શ્રીલંકામાં મંગળવારે વધુ પાંચ પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં કુલ સક્રિય કેસની સંખ્યા 145 થઈ છે. જ્યારે 42 લોકો રિકવર થયા છે.દેશમાં બે સપ્તાહથી વધુ સમય માટે કર્ફ્યુ છે અને પોલીસ અને સુરક્ષા દળો દ્વારા તેનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
apply