એટીએફના દરમાં ઘટાડો, હવાઈ મુસાફરી સસ્તી થવાની સંભાવના
Live TV
-
સતત ત્રીજા મહિનામાં એટીએફ દરમાં ઘટાડો થયો છે, નવી દર આજથી લાગુ થશે.
નવા વર્ષની શરૂઆતની સાથે જાહેર શેત્ર સાથે જોડાયેલી પેટ્રોલિયમ કંપનીએ સોમવારે વિમાન ટર્બાઇન ઇંધણની કિંમતમાં 4 ટકાનો ઘટાડો કરેલ છે. સતત ત્રીજા મહિનામાં આ ઘટાડો કરવામાં આવેલ છે, નવી દર આજ થી લાગુ થશે.
જાહેર શેત્રની પેટ્રોલિયમ કંપનીના જણાવ્યા મુજબ એટીએફની નવી કિંમત 4,162.5 રૂપિયા એટલે 3.9 ટકાનો ઘટાડો કરવાં આવેલ છે. આ ઘટાડા સાથે વિમાનના ઈંધણનો નવો ભાવ દિલ્લીમાં 1,01,993.17 રૂપિયા પ્રતિ કિલોમીટર થયી છે. એટીએફમાં આ સતત ત્રીજી વખત ઘટાડો કરવામાં આવેલ છે.
આની પહેલા ડિસેમ્બર 2023 માં એટીએફની કિંમતમાં 4.6 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. નવેમ્બર 2023 માં આ ઘટાડો અંદાજિત 6 ટકા સુધીનો કરવામાં આવ્યો હતો. કોઈ પણ એરલાઈન્સમાં એટીએફનો ભાગ 40 ટકા હોય છે. આની સાથે જ આર્થિક પડકારોનો સામનો કરી રહેલી એરલાઈન્સ કંપનીને પણ રાહત મળશે.
દર મહિનાની પહેલી તારીખે જાહેર શેત્રની કંપની એટીએફ રેટની જાહેરાત કરે છે.
