એનડીએ સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો, શુક્રવારે થશે મતદાન
Live TV
-
શુક્રવારે લોકસભામાં વિપક્ષ દ્વારા લાવવામાં આવેલ અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર ચર્ચા થશે. લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજને તેલુગુ દેશમના અવિશ્વાસ પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ માટે સાત કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે અને શુક્રવારે જ આ ઉપર મતદાન કરાવવામાં આવશે. વિતેલાં ચાર વર્ષમાં આ પહેલો પ્રસંગ છે જેમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી એનડીએ સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે.
