Skip to main content
Settings Settings for Dark

એન્જિનિયર્સ ડે - આજે ભારતના એન્જિનિયર જગતના પિતા એમ. વિશ્વેસરૈયાની જયંતિ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી એન્જિનિયર્સ ડેની તમામ ઈજનેરોને પાઠવી શુભેચ્છા

    ભારતના એન્જિનિયર જગતના પિતા ગણાતા એમ. વિશ્વેસરૈયાના જન્મદિવસના માનમાં દર વર્ષે 15 સપ્ટેમ્બરના દિવસે એન્જિનિયર ડે ડે ઉજવવામાં આવે છે..એમ. વિશ્વસરૈયાએ કાવેરી નદી ઉપર એશિયાનો સૌથી મોટો ડેમ બંધાવ્યો હતો.તેમનું પુર નામ એન્જિનિયર ડો. મોક્સગુડંમ વિશ્વેસરૈયા હતુ. તેમની યાદમાં દર વર્ષે ભારતમાં 15 સપ્ટેમ્બરને એન્જિનિયર ડે તરીકે ઉજવવામાં આવે છે.15 સપ્ટેમ્બર 1861માં એટલે કે, આજથી 155 વર્ષ પહેલા તેમનો જન્મ થયો હતો. જ્યારે કર્ણાટક મૈસુર રાજ્ય હતુ ત્યારે શ્રી નિવાસ શાસ્ત્રીને ઘરે એમ. વિશ્વેસરૈયાનો જન્મ થયો હતો.મદ્રાસ યુનિવર્સિટીમાંથી 1881માં તેમણે બી.એ કર્યુ હતુ. તેમણે પુનાની કોલેજમાંથી એન્જિનિયરની ડિગ્રી મેળવી હતી.પી ડબલ્યુડીમાં નોકરી શરૂ કર્યા પછી તેમણે પાણી પુરવઠા વિભાગમાં કામ કર્યુ હતુ જે દરમિયાન ડેક્કન વિસ્તારમાં પાણીની નહેરોનું નેટવર્ક તૈયાર કર્યુ હતુ. જે આજે પણ દક્ષિણ ભારતમાં પાણી પૂરુ પાડે છે.મૈસુર રાજ્યના ઉત્તમોત્તમ બાંધકામો તેમણે કર્યા હોવાને કારણે તેમને આધુનિક મૈસુરના પિતા કહેવામાં આવે છે.કાવેરી નદી અત્યારે તેના પાણીને કારણે ચર્ચામાં છે. એ નદી કૃષ્ણા સાગર ડેમ તૈયાર કરી એ વખતે વિશ્વેસરૈયાએ એશિયાનો સૌથી મોટો ડેમ તૈયાર કર્યો હતો જેમાં 50 અબજ ઘન ફીટ પાણીનો સંગ્રહ કરી શકાય છે.

    એમ. વિશ્વેસરૈયાને મળેલા સન્માન
    - 1955માં ભારતનું સર્વોચ્ચ સન્માન ભારતરત્ન તેમને આપવામાં આવ્યુ હતુ.
    - લંડનની સિવિલ એન્જિનિયરિંગ સોસાયટીએ તેમને માનદ મેમ્બરશિપ આપી હતી.
    - 12 એપ્રિલ 1962માં આ મહાન હસ્તી આપણને છોડીને પરમની શોધમાં નીકળી પડી એ વખતે તેમનું નિધન થયુ.
    - 1915માં તેમને દિવાન ઓફ મૈસૂરનો ખિતાબ મળ્યો, વિશ્વૈસરૈયાને નાઈટ કમાન્ડર ઓફ ધ ઈન્ડિયન એમ્પાયર મેડલ પણ મેળવ્યુ હતુ. - તેમને ડોક્ટરેટની માનદ પદવીઓ પણ મળી હતી.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી એન્જિનિયર્સ ડેની તમામ ઈજનેરોને પાઠવી શુભેચ્છા
    પ્રધાનમંત્રીએ ટ્વીટ કરતા લખ્યુ છે કે ઇજનેરો ખંત અને નિશ્ચયના સમાનાર્થી છે. માનવ પ્રગતિ તેમના નવીન ઉત્સાહ વિના અધૂરી રહેશે.  એન્જીનીયર્સ ડે પર શુભેચ્છાઓ અને તમામ મહેનતુ ઇજનેરોને શુભેચ્છાઓ. અનુકરણીય ઇજનેર સર એમ. વિશ્વવેરાયની જયંતિ પર શ્રદ્ધાંજલિ

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply