ગૃહમંત્રી અમિત શાહે સેવા સપ્તાહનો પ્રારંભ કરાવ્યો
Live TV
-
PMનો જન્મદિવસ ઉજવવા સપ્તાહભરમાં કાર્યક્રમો યોજાશે
ભારતીય જનતા પાર્ટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ સેવા સપ્તાહ તરીકે ઉજવશે. ભાજપ અધ્યક્ષ અમિત શાહએ એમ્સ જઈને શનિવારે સેવા સપ્તાહની શરૂઆત કરી હતી.. ગૃહમંત્રી અમિત શાહ અહીં પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જે પી નડ્ડા સાથે એમ્સ પહોંચ્યા હતાં. અમિત શાહે અહીં દર્દીઓના હાલચાલ જાણ્યાં અને તેમને ફળ વહેંચ્યા. અમિત શાહ અને જે પી નડ્ડાએ આ અવસરે એમ્સમાં સ્વચ્છતા અભિયાનમાં પણ ભાગ લીધો. તેમની સાથે પૂર્વ દિલ્હીથી ભાજપના સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર પણ હાજર હતાં. અમિત શાહે આ અવસરે કહ્યું કે ભાજપ સેવા સપ્તાહ, આ એક સપ્તાહ, કરોડો કાર્યકર્તાઓ અલગ અલગ જગ્યા પર સફાઈ કાર્યક્રમ, વૃક્ષારોપાણ અને શ્રમદાન કરીને સેવા સપ્તાહની ઉજવણી કરશે. ભાજપે સેવા સપ્તાહ દરમિયાન સ્વચ્છતા એ જ સેવા, સિંગલ યૂઝ પ્લાસ્ટિકથી મુક્તિ, જળ સંરક્ષણ અને સંવર્ધનના સંકલ્પને જન જન સુધી પહોંચાડવાનું લક્ષ્યાંક રાખ્યું છે.
