એર ઇન્ડિયાની પેસેન્જર સર્વિસ સિસ્ટમ પર થયો સાયબર હુમલો
Live TV
-
એર ઇન્ડિયાની પેસેન્જર સર્વિસ સિસ્ટમ પર સાયબર હુમલો થયો હતો. એર ઈન્ડિયાએ પોતાની વેબસાઈટ પર થયેલા આ હુમલાની માહિતી આપી છે. જો કે આ સાયબર એટેક આ વર્ષના ફેબ્રુઆરી મહિનાનો છે. તેમના જણાવ્યાં અનુસાર અમુક લોકોનો ડેટા / કંપનીની ડેટા પ્રોસેસર કંપની સીટા પેસેન્જર સર્વિસ સિસ્ટમમાંથી બહાર આવ્યો છે. આ સાયબર એટેકથી વિશ્વભરના 45 લાખ મુસાફરોના ડેટાની ચોરી થઈ છે. જેમાં દેશ અને વિદેશના યાત્રીઓનો સમાવેશ થાય છે.. લીક થયેલા વ્યક્તિગત ડેટામાં મુસાફરોનું નામ, જન્મ તારીખ, મોબાઇલ નંબર, સરનામું, પાસપોર્ટ નંબર, ટિકિટની વિગતો, સ્ટાર એલાયન્સનો ડેટા અને એર ઇન્ડિયાના વારંવાર ફ્લાયર્સ અને ક્રેડિટ કાર્ડના ડેટાનો સમાવેશ થાય છે. આ સાયબર હુમલાથી પ્રભાવીત સર્વરોને સુરક્ષિત કરવામા આવ્યા છે તથા ક્રેડિટ કાર્ડ ધરાવતા લોકોનો પણ સંપર્ક કરીને આ હુમલાની જાણ કરવામા આવી છે.
