દેશમાં છેલ્લાં 24 ક્લાકમાં કોરોનાથી 3,57,630 લોકો સ્વસ્થ
Live TV
-
દેશમાં છેલ્લાં 24 ક્લાકમાં કોરોનાના નવા 2 લાખ 57 હજાર 299 કેસ નોંધાયા છે જ્યારે 3 લાખ 57 હજાર 630 લોકો સ્વસ્થ થયા છે. કોરોનાને લીધે ગત 24 ક્લાકમાં 4 હજાર 194 લોકોના મૃત્યુ થયા છે. અત્યાર સુધી દેશમા 2 કરોડ 62 લાખથી વધુ કોરોનાના કેસ નોધાયા છે જેમાંથી 2 કરોડ 30 લાખ લોકો કોરોનાને માત આપીને સ્વસ્થ થયા છે. દેશમાં કોરોનામાંથી સ્વસ્થ થવાનો રીકવરી રેટ 87.76% નોધાયો છે.. દેશમાં સતત રસીકરણ અભિયાન કાર્યરત છે. અત્યાર સુધીમાં 19 કરોડ 33 લાખથી વધુ લોકોને કોરોના વિરુધ્ધ રસી આપવામા આવી છે.. ગઈકાલે 14 લાખ 58 હજારથી વધુ લોકોને રસી આપવામા આવી હતી. દેશમા બ્લેક ફંગસની વધતી ઘટનાઓને લઈને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ રોગને અટકાવવા અને તેના નિયંત્રણ માટે તૈયારીઓની સમીક્ષા કરવાની સલાહ આપી છે.
