Skip to main content
Settings Settings for Dark

CBSE ધોરણ 12 બોર્ડ સહિત અન્ય પરીક્ષાઓ અંગે આજે ઉચ્ચસ્તરીય બેઠક યોજાશે

Live TV

X
  • ધોરણ 12 ની બોર્ડ પરીક્ષા તેમજ વિવિધ વ્યાવસાયિક અભ્યાસક્રમો માટેની પ્રવેશ પરીક્ષાઓના આયોજન અંગે ચર્ચા કરવા આજે ઉચ્ચાધિકારીઓની એક વર્ચ્યુયલ બેઠક યોજાશે

    ધોરણ 12 સહીત વિવિધ ક્ષેત્રોની મહત્વની પરીક્ષાઓના આયોજન વિષે ચર્ચા કરવા આજે યોજાનાર આ બેઠકમાં તમામ રાજયો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોના શિક્ષણ મંત્રી, શિક્ષણ સચિવ, રાજ્ય શિક્ષણ બોર્ડના અધ્યક્ષ તેમજ સંબંધિત અધિકારી/ પદાધિકારીઓ ભાગ લેશે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આ બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલ, કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાણી તેમજ માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર પણ ઉપસ્થિત રહેશે.  
    કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલે તમામ રાજયો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગ, શિક્ષણ મંત્રાલય અને CBSE દ્વારા હાલની કોવીડ મહામારીમાં વિદ્યાર્થિઓની અને શિક્ષકોની સલામતીને ધ્યાનમાં લઈને પરીક્ષાઓના આયોજન અંગે વિવિધ વિકલ્પો શોધવામાં આવી રહ્યા છે. હાલની પરિસ્થિતિમાં મોટાભાગના રાજ્યોએ ધોરણ 12 ની બોર્ડ પરીક્ષા મોફુક રાખી છે. એવી જ રીતે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવાતી વિવિધ પ્રવેશ પરીક્ષાઓ પણ હાલ મુલતવી રાખવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply