કેબિનેટ સચિવના અધ્યક્ષસ્થાને "યાસ વાવાઝોડા" માટેની તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ
Live TV
-
કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ યાસ વાવાઝોડા સામે લડવાની તૈયારીઓની સમીક્ષા માટે નેશનલ ડિઝાસ્ટર બેઠકની કરી અધ્યક્ષતા. બંગાળ અને ઓડિશાના દરિયાકિનારે એલર્ટ, તો આગામી 48 કલાકમાં ચક્રવાતનું ચિત્ર થશે સ્પષ્ટ
તાઉ તે વાવાઝોડા બાદ હવે દેશના બીજા પાંચ રાજ્યો પર "યાસ વાવાઝોડા" નું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આંધ્રપ્રદેશ, ઓડિશા, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને આંદામાન-નિકોબારને આ યાસ વાવાઝોડાથી સાવધાન રહેવાની સૂચનાઓ આપવામાં આવી છે. હવામાન વિભાગે આ સંભવીત વાવાઝોડું આગામી 26 મેના રોજ સાંજ સુધીમાં ઉત્તર ઓડિશા, પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે ટકરાવાની સંભાવના છે તથા દરિયાકાંઠાના જિલ્લાઓમાં પ્રતિ કલાક 155 થી 165 કિલોમિટરની ઝડપે પવન તથા ભારે વરસાદની આગાહી કરી છે.
કેબિનેટ સચિવ રાજીવ ગૌબાની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સમિતિએ બંગાળની ખાડીમાં શક્ય ચક્રવાતી તોફાન સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારો અને સંબંધિત એજન્સીઓ સાથે વિવિધ તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ સાથે જ સંભવિત વિસ્તારોમાં NDRF ફોર્સની 65 ટીમો તૈનાત કરવામાં આવી છે અને 20 ટીમોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે. બચાવ અને રાહત કાર્ય માટે સૈન્ય, નૌકાદળ અને કોસ્ટ ગાર્ડની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. હોસ્પિટલો અને કોવિડ કેર સેન્ટરોની સામાન્ય કામગીરી જાળવવાનાં પણ પગલાં લેવામાં આવ્યાં છે.
આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વાવાઝોડાની તૈયારીઓની સમીક્ષા કરવા બેઠક યોજાશે. જેમાં ગૃહ મંત્રી અમિત શાહ અને સહીત અન્ય મંત્રીઓ પણ હાજર રહેશે .
