Skip to main content
Settings Settings for Dark

દેશમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઘઉંની ખરીદીમાં થયો 17 ટકાનો વધારો

Live TV

X
  • ચાલુ વર્ષે 20 મે સુધીમાં 39 લાખથી વધુ ખેડૂતો પાસેથી 3.82 કરોડ ટનથી વધુ ઘઉંની કરાઈ ખરીદી. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન સહિત કુલ 7 રાજ્યોમાં ખરીદીની પ્રક્રિયા યથાવત.

    ગત વર્ષની તુલનામા આ વર્ષે દેશમાં કરવામાં આવતી ઘઉંની ખરીદીમાં 17% નો વધારો નોધાયો છે. ગ્રાહક કચેરી મંત્રાલયના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 382 લાખ ટન જેટલા ઘઉંની ખરીદી કરવામાં આવી છે, જે ગત વર્ષે 324 લાખ ટન જેટલી હતી. 20 મી મે સુધીમાં 39 લાખથી પણ વધુ ખેડૂતો પાસેથી આ ઘઉંની ખરીદી કરવામાં આવી છે.
    મંત્રાલયના જણાવ્યા અનુસાર અત્યાર સુધી 75 હજાર 514 કરોડ રુપીયાથી ઘઉંની ખરીદી કરવામા આવી છે, જેનો સીધો ફાયદો દેશના ખેડૂતોને થયો છે, જેમાં 47 લાખ 55 હજાર ખેડૂતોને લાભ મળ્યો છે. આ ઘઉંની ખરીદીમાં મુખયત્વે ખરીદી ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કશ્મીર રાજ્યોમાંથી કરવાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply