Skip to main content
Settings Settings for Dark

દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 2,40,842 કેસ નોંધાયા, તો 3,55,000 થી વધુ લોકો થયા રિકવર

Live TV

X
  • દેશમાં આજે કોરોના મૃત્યુના આંકમાં ઘટાડો નોંધાયો, જયારે અત્યાર સુધીમાં 19 કરોડથી વધુ લોકોને અપાઈ રસી

    આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં છેલ્લા 20 દિવસથી કોરોનાના એક્ટિવ કેસમાં સતત ઘટાડો આવી રહ્યો છે. દેશના 22 જેટલા રાજ્યોમાં કોરોનાના કેસની સામે સાજા થતા દર્દીઓની સંખ્યા વધારે જોવા મળી રહી છે.
    જયારે બીજી તરફ સિક્કિમ, નાગાલેન્ડ, મેઘાલય અને જમ્મુ-કાશ્મીર જેવા રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 2 લાખ 40 હજાર 842 કેસ નોંધાયા છે, તો તેની સામે 3 લાખ 55 હજારથી વધુ દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થયા છે. ત્યારે નવા 3741 દર્દીઓના કોરોનાના કારણે મૃત્યુ થયા છે.
    આ ઉપરાંત દેશમાં રસીકરણ અભિયાન પણ પુરજોશમાં ચાલી રહી છે. દેશમાં હાલની પરિસ્થિતિએ કુલ 19 કરોડ 50 લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 16 લાખથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. માત્ર એક જ દિવસમાં 3 લાખથી વધુ લોકોનું ટેસ્ટિંગ કરનાર ઉત્તરપ્રદેશ પ્રથમ રાજ્ય બન્યું છે. મધ્યપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં 3844 કેસ અને મહારાષ્ટ્રમાં નવા 26 હજાર 133 કેસ નોંધાયા છે. તો હવે વર્ક પ્લેસ પર કર્મચારીઓના પરિવારજનોના રસીકરણ માટે કેન્દ્ર સરકારે રાજ્યોને પત્ર લખ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply